અર્ધજાગૃત મનની અદભુત શક્તિ ભાગ -1
દેવ ડી. ચાવડા
मन ही मन को जानता, मन की मन से प्रीत।
मन ही मनमानी करे, मन ही मन का मीत।।
मन झूमे, मन बावरा, मन की अद्भुत रीत।
मन के हारे हार है, मन के जीते जीत।।।
ગુજરાતી બાલવાર્તા અને સાહિત્યના શોખીન પૈકી ભાગ્યેજ એવા હશે જેમણે ગજુભાઈ બધેકાની વાર્તા “દલો તરવાડી” વાંચી કે સાંભળી નહી હોય.
આમ તો આ એક રમુજી બાળવાર્તા છે પરંતુ એ વાર્તામાં માનવ મનનું અદભુત મનોવિજ્ઞાન છે. મારી દૃષ્ટિએ આ વાર્તા માત્ર બાળપણમાં નહી પરંતુ યુનિવર્સિટી ના સાયકોલોજીના અભ્યાસ ક્રમમાં સામેલ કરવા જેવી છે. કારણ કે ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ કોઈ આવી વાર્તા હશે જે માનવ મનને આટલી સચોટ રીતે રજૂ કરી શકતી હોય.
વાર્તામાં દલો તરવાડી જ્યારે રીંગણાં લેવા જાય ત્યારે વાડીએ કોઈ ન હોવાથી વાડીને પૂછે છે કે વાડી રે બાઈ વાડી! પરંતુ વાડી તો શું બોલે ? એટલે દલા તરવાડીએ પોતે જ વાડી તરીકે જવાબ આપ્યો કે બોલોને દલા તરવાડી ? એટલે દલા એ કહ્યું કે રીંગણાં લઉં બે ચાર ? ફરી દલા એ પોતે જ વાડી તરીકે જવાબ આપે છે કે લોને દસ બાર !
વાસ્તવમાં દલા તરવાડીના આ સંવાદ એટલે માનવના જાગૃત અને આજગૃત મનના સંવાદ છે.દલો તરવાડી એટલે જાગૃત મન અને વાડી એટલે અર્ધજાગૃતમન.
વૈદિક હિન્દુ ધર્મમાં અનેક મહાપુરુષો, સૂફી સંતો દ્વારા મન વિશે ઘણું વિપુલ પ્રમાણમાં લખવામાં આવ્યું છે. રહીમ,કબીર જેવા સૂફી સંતોએ મનને કાબૂમાં રાખવાની વાત પર ખૂબ ભાર મૂક્યો છે. તો અનેક મહાપુરુષોએ મનને વશમાં કરી જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાની વાત કરી છે.
પ્રાચીન સાહિત્ય અને લોકસાહિત્યમાં મન વિશે ઘણું કહેવામાં આવ્યું છે. ઘણાએ તો મનને જ આત્મા કહ્યો છે.
મન મેલું હોવું, મન નથી લાગતું, મન ઉઠી જવું, મન મરી જવું, મન હોય તો માળવે જવાય, મન ચંગા તો કથરોટ મેં ગંગા... વગેરે જેવા અનેક રૂપક,રૂઢિ પ્રયોગ અને કહેવતો દુનિયાની દરેક ભાષામાં જોવા મળશે છે.
મન શું છે ?
મનના બે પ્રકાર છે એક જાગૃત મન અથવા ચેતન મન અને બીજું અર્ધજાગૃત મન અથવા અવચેતન મન
મેડિકલ સાયન્સ મુજબ માણસના મગજના બે ભાગ હોય છે
(૧)મોટું મગજ જેને અંગ્રેજીમાં સેરેબ્રમ કહેવાય છે. જેને આપણે જાગૃતમન તરીકે પણ ઓળખીએ છીએ.
જાગૃત મન એ વિચારશીલ મન છે. તેની પાસે કોઈ મેમરી નથી, અને તે એક સમયે માત્ર એક જ વિચાર પકડી શકે છે.
જાગૃત મનના કર્યો
જાગૃત મનના મેઈન ચાર કર્યો છે જેમાં;
(A)આવનારી માહિતીને ઓળખવી:
જાગૃત મન સતત નિરીક્ષણ અને વર્ગીકરણ કરે છે. પાંચ ઇન્દ્રિયો , જોઈ, સાંભળી, સૂંઘીને , સ્વાદ, સ્પર્શ પૈકી કોઈ પણ દ્વારા માહિતી મળે એટલે તરત એનું એનાલિસિસ કરી તે મુજબ રીએકશન આપે છે.
ઉદાહરણ તરીકે તમે ફૂટપાથ પર ચાલી રહ્યા છો અને તમે રોડ ક્રોસ કરવા જાઓ છો ત્યારે તમને એક મોટરકારનો હોર્ન સંભળાય છે એટલે જાગૃત મન તરતજ અવાજની દિશા તરફ જોવા સંકેત આપશે અને ઓળખી જશે કે કાર આવી રહી છે.
(B)માહિતીની સરખામણી કરવી:
જ્યારે ખબર પડે છે કે કાર આવી રહી છે ત્યારે અગાઉ આ પ્રકારની કારની જોયેલી અને સાંભળેલી માહિતી અંગેનો અજાગૃત મન પાસેથી ડેટા મેળવી સરખામણી કરશે.
(C)માહિતીનું વિશ્લેષણ:
કોઈ પણ માહિતી આવે ત્યારે તેનું વિશ્લેષણ કરી એની શું અસર થશે તે નક્કી કરે છે.
(D)નિર્ણય:
જાગૃત મન દ્વિસંગી (Binary) કમ્પ્યુટરની જેમ કાર્ય કરે છે, તે બે કાર્યો કરે છે : તે પસંદગીઓ અને નિર્ણયો ઉપલબ્ધ ડેટાના આધારે કરે છે અથવા નકારે છે. તે એક સમયે માત્ર એક જ વિચાર સાથે વ્યવહાર કરી શકે છે, હકારાત્મક કે નકારાત્મક, “હા” અથવા “ના.” મોટરકાર આવી રહી છે તે ઓળખી તેની સરખામણી અને અજાગૃત મનના ડેટા આધારે નિર્ણય લેશે કે રોડ ક્રોસ થઈ શકશે ? જો નિર્ણય હા હોય તો બોડીને ઝડપથી આગળ વધવાનો સંકેત આપશે. અને જો ના નો સંકેત મળશે તો બોડીને તરત પાછા હટી જવાનો અથવા થોભી જવાનો સંકેત આપશે.
“ આમ જાગૃતમન પાંચ ઇન્દ્રિય દ્વારા મળેલી માહિતીનું અજાગૃતમનની મદદ વડે વિશ્લેષણ કરી, ક્રીટીસાઈઝ કરી, માહિતી કંપોઝ કરી, સાચું છે કે ખોટું તે શોધી, પસંદ કરી, આગળ પાછળના પરિણામ નક્કી કરી, તેના ચોક્કસ કારણો આપી નિર્ણય કરી શકે છે. અને યોજના પણ તૈયાર કરી શકે છે. ”
(૨)નાનું મગજ જેને અંગ્રેજીમાં સેરેબેલમ કહેવાય છે. જેને અર્ધજાગૃત મન પણ કહેવાય છે.
શરીરની તમામ અનૈચ્છિક્ક (Involuntary) ક્રિયાઓ જેવી કે શ્વાસો શ્વાસ, હૃદયને ચોક્કસ રીતે ધબકતું રાખવું, પાચનક્રિયા, રક્ત પરિભ્રમણ,શરીરનું તાપમાન જાળવી રાખવું, આંખનું ઝબકવું, યાદશક્તિ, લાગણીઓ, માન્યતાઓ, વલણ વગેરે જેવા કાર્યો છે જેને અર્ધજાગ્રત મન નિયંત્રિત કરે છે. ટુંકમાં શરીરની તમામ ઓટોક્રિયાઓ થાય છે. તે અર્ધજાગૃત મન દ્વારા થાય છે.
માનવના શરીરનું સમગ્ર સંચાલન કરવા માટેનું મુખ્ય સેન્ટર આપણું મગજ છે. આ સેન્ટર બે વિભાગમાં વહેંચાયેલું છે.
(A) જાગૃત મન (સુપ્રીમ વિભાગ)
(B) અર્ધજાગૃત મન (સેકન્ડરી વિભાગ)
આ બંને વિભાગ આંતરીક રીતે એક બીજાથી જોડાયેલા હોય છે. એટલે જરૂર પડ્યે કોઈ પણ મેટર પર માહિતીની ત્વરિત આપ લે થઈ શકે. આ બંને વિભાગમાં જાગૃતમનના ભાગે 10% જેટલી કામગીરી કરવાની હોય છે જ્યારે અર્ધજાગૃતમનના ભાગે 90% જેટલી કામગીરી કરવાની હોય છે.
જાગૃતમન એ શરીરનો સુપ્રીમ વિભાગ છે. કોઈ પણ મેટર પહેલા જાગૃતમન વિભાગમાં જ દાખલ થાય છે. આ મેટર અંગે તર્કબદ્ધ વિચારણા કરી મેટરને સ્વીકારવી કરવી કે ના સ્વીકારવી તે અંગેનો નિર્ણય કરવાનું કામ જાગૃતમનનું છે. તે ઉપરાંત શરીરનું સંચાલન બરાબર થાય છે તે અંગે દેખરેખ અને નિર્ણય લેવાનું કામ પણ જાગૃતમનનું છે. ઇમરજન્સી સિવાય સામાન્ય સંજોગોમાં જાગૃતમન વહેલી સવારથી સાંજ કે મોડી સાંજ સુધી કાર્યરત હોય છે.
અર્ધજાગૃતમન એ સેકન્ડરી છે. જાગૃતમનમાં આવતી બધી મેટર કે જે એ સ્વીકારેલ હોય કે ના સ્વીકારેલ હોય પરંતુ તમામ મેટર અંગેનો ડેટા કારણો સહિત અર્ધજાગૃતમનમાં મોકલી આપવામાં આવે ત્યાં તમામ મેટરોનું જે તે વિષય મુજબ વ્યવસ્થિત ડેટા રેકોર્ડ રાખવામાં આવે છે. જ્યારે કોઈ નવા જ વિષય અંગેની મેટર પહેલી વખત જાગૃતમનમાં આવે ત્યારે અર્ધજાગૃતમન પોતાના કોઈ અભિપ્રાય આપતું નથી કારણ કે મેટર સાવ નવી જ હોય એટલે આવા પ્રકારની મેટરનો ડેટા અર્ધજાગૃતમન પાસે હોતો નથી એટલે જાગૃતમનના આદેશ મુજબ જે તે સ્વરૂપમાં સ્વીકારીને ડેટા રેકોર્ડ કરી લે છે. અર્ધજાગૃતમન 24*7 સતત કાર્યશીલ રહે છે તે ક્યારેય બંધ થતું નથી. શરીરની આવશ્યક ક્રિયાઓ અવિરતપણે ચાલે તે નિયંત્રિત કરવાનું કામ અર્ધજાગૃતમન કરે છે. જાગૃત મન રાત્રે બંધ થઈ જાય ત્યારે પણ આ અર્ધજાગૃતમન કાર્યરત હોય છે. અને આવશ્યક ક્રિયાઓને કાર્યરત રાખે છે. અને રાત્રી દરમિયાન તે અમુક અગત્યની બાબતો અંગે પોતાના પોતાન અભિપ્રાયો જાગૃતમન પહોંચાડવાની કોશિશ કરે છે.
જ્યારે કોઈ પણ મેટર જાગૃતમન વિભાગમાં આવે એટલે સામાન્ય વિભાગ પોતાના નિયમ મુજબ આ પ્રકારની અગાઉની મેટરમાં લેવામાં આવેલ પોઝિટિવ કે નેગેટીવ નિર્ણય અંગેનો ઉપલબ્ધ હોય તે ડેટા તરત મેઇન વિભાગને મોકલી આપે છે.
પરંતુ જાગૃતમન વિભાગ જાગૃતમન વિભાગ હોવાથી તે અલગ અલગ મેટરો અંગે સ્થળ, સમય , સ્થિતિ, લોભ, ભય, દબાણ વગેરે કારણોને ધ્યાને લઈ પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરે છે. એટલે ઘણી વખત એવું બને કે જે મેટર સ્વીકારવા જેવી અને સાચી હોય તેને પણ નકારી દે છે. તો એવું પણ બંને કે કે મેટર ખરેખર સ્વીકારવાને લાયક ન હોય,ખોટી હોય એવી મેટરને સ્વીકારી લે છે.
જ્યારે આવું બને ત્યારે
એટલે ક્યારેક એવું બને છે કે આ વિભાગ દ્વારા અમુક ચોક્કસ મેટરની મેટર મેટરમાં અગાઉ જે અભિપ્રાય લેવામાં આવ્યો હોય એના કરતાં વિપરીત પ્રકારનો નિર્ણય જાગૃતમન વિભાગ વિભાગ દ્વારા લેવામાં આવે ત્યારે અર્ધજાગૃતમન વિભાગ વિભાગ દ્વારા જાગૃતમન વિભાગ વિભાગને મદદ કરવાના હેતુથી ડેટાબેંકના આધારે ઇન્ટર કનેક્શન મારફત તરત જ રેફરન્સ સાથે સંદેશો મોકલવામાં આવે છે કે આ જ પ્રકારની ફાઇલમાં અગાઉ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદેશો અર્ધજાગૃતમન વિભાગ વિભાગમાં મળે એટલે કદાચ અર્ધજાગૃતમન વિભાગ વિભાગ પોતાનો અભિપ્રાય બદલે પણ ખરો અને ક્યારેક ઇરાદાપૂર્વક ન પણ બદલે. એટલે એક સરખા વિષય વસ્તુ વાળી પરંતુ જુદા અભિપ્રાય વાળી મેટર પણ જાગૃતમન વિભાગ વિભાગમાં દાખલ થાય છે. અને એનો ડેટા રેકોર્ડ થાય છે. આવા સંજોગોમાં જાગૃતમન વિભાગ વિભાગ પાસે એક જ પ્રકારના વિષય વાળી બે અલગ અલગ નિર્ણય વાળી મેટરોનો ડેટા બને છે એટલે જાગૃતમન વિભાગ વિભાગ કન્ફયુઝ થાય છે.પરંતુ અર્ધજાગૃતમન વિભાગ જાગૃતમન વિભાગ હોવાથી એનો વિરોધ કરી શકતું નથી..... ક્રમશ:
Comments
Post a Comment